કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આઇડીબીઆઇ બેંકના સહયોગથી રોટરી ક્લબ ઓફ મોરબી તથા રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટ કોસ્ટના સંયુક્ત ઉપક્રમે બાજીરાજ બા કન્યા શાળા ખાતે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦૨ વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબિન લેવલ ચેક કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ હિમોગ્લોબીન લેવલ વધે તે માટે આયર્ન તથા ઝીંકની ટેબલેટ આપવામાં આવી હતી.

આ તકે લેહરૂ લેબોરેટરીના ટેકનીશીયન રમેશભાઈએ સેવા આપી હતી. આ પ્રોજેક્ટમાં આઇડીબીઆઇ બેંક-મોરબીના મેનેજર રોબિનભાઈ નાગપાલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રોજેક્ટ રોટરી ક્લબ રાજકોટના રોટેરીયન કેતનભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો.આ કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટે.રષેશભાઈ મહેતા ઉપરાંત પ્રેસિડેન્ટ કિશોરસિંહ જાડેજા, બંસી શેઠ, હરીશભાઈ શેઠ, રાજવીરસિંહ સરવૈયા તથા અશોકભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી






Latest News