મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો
વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી
SHARE







વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એક સાથે 7 જેટલા મકાનના તાળાં તોડ્યા છે અને ઘરમાંથી નાના મોટી ચોરી કરવામાં આવેલ છે. જે અંગેની સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને આરોપી સુધી પહોચવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ જીનપરા વિસ્તારમાં ગુરુવારની રાતે તસ્કરોનો તરખાટ મચાવી દીધો હતો અને એક કે બે નહીં પરંતુ 7 જેટલા મકાનોના તાળાં તોડવામાં આવેલ છે જો કે, તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવેલ છે જેથી કરીને જુદાજુદા મકાનમાંથી કેટલા મુદામાલની ચોરી કરવામાં આવેલ છે તેની કોઈ માહિતી સામે આવેલ નથી પરંતુ નાના મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે હાલ આ ચોરીના બનાવની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોચી છે અને આરોપી સુધી પહોચવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે.
