કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યનું રાષ્ટ્રીય પરિષદમાં એવોર્ડ આપીને કર્યું સન્માન


SHARE













મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના સભ્યનું રાષ્ટ્રીય પરિષદમાં એવોર્ડ આપીને કર્યું સન્માન

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા  "પ્રયાસ" નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવેલ હતું.  જેમા દેશના ખૂણે ખૂણે થી રક્તદા મુહિમ ચલાવનાર સંસ્થાના લોકો એ હાજરી આપેલ હતી. ત્યારે આ પરિષદ થેલેશેમિયા બીમારીને કેમ અટકાવવી તેમજ રક્તદાન કરવા માટે શુ શુ તકલીફો પડી રહે છે. અને આ બાબતે કેમ સુધારો લાવી સકાય તેની ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર દેશમાંથી કુલ ૮૧ સંસ્થાઓએ આ પરિષદમાં ભાગ લીધેલ હતો. આ બાબતે ૧૦ મહાનુભવોની ખાસ પેનલ બનાવેલ હતી જેઓ યોગ્ય નિરાકરણ લાવી શકે છે આ પરિષદમાં મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ  માટે જાણીતા યંગ ઈન્ડિયા ગ્રૂપ ની "લોહી માં છે માનવતા" મુહિમ માટે ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ત્યારે યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારીએ ગ્રૂપની રક્તદાન મુહિમ "લોહી માં છે માનવતા" માં જોડાઈ અને વખતો વખત રક્તદાન કરવા લોકોને અનુરોધ કર્યો હતો..






Latest News