મોરબી જિલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ નિમિતે ડ્રાય ડે જાહેર કરાયો
મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓની પડતર માંગો નહીં સંતોષતા અચોક્કસ મુદતની હડતાલ
SHARE






મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓની પડતર માંગો નહીં સંતોષતા અચોક્કસ મુદતની હડતાલ
મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓએ તેની વિવિધ માંગણીઓને લઈને સિવિલમાં હડતાલ કરેલ છે અને મોરબી કલેકટર કચેરીના પટાંગણમાં ધરણા યોજીને પોતાના હક્કની માંગ કરી હતી અને અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે.
હાલમાં સિવિલમાં કામ કરતાં સફાઈ કર્મચારીઓના કહેવા મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં 121 જેટલા સફાઈ કર્મચારીઓ છે જેના પગારની સ્લીપ અને દિવાળી બોનસ આપવામાં આવતું નથી આટલું જ નહીં પરંતુ હક્ક રજાઓ પણ મળતી નથી. અને આ ત્રણેય માંગણીઓ સાથે વર્ષ 2024થી સિવિલા સ્ટાફ દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે જો કે, કોઈ પરિણામ હજુ સુધી મળ્યું નથી. અને જો એજન્સી વાળાને રજુઆત કરવામાં આવે તો માત્ર પાંચ જ સફાઈ કર્મચારીઓને લાભ આપવામાં આવશે તેવું એજન્સી વાળા કહી રહ્યા છે. જેથી કરીને દરેક કર્મચારીને તેનો લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અને જ્યાં સુધી આ માંગણીઑ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. અને દરરોજ કલેકટર કચેરીએ ધરણા ચાલુ રાખવામા આવશે. અને પહેલા દિવસે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, “ઘણા સમયથી સફાઈ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ સફાઈ કર્મચારીઓને તેમનો હક્ક મળી રહ્યો નથી જેથી સફાઈ કર્મચારીઓને જ્યાં પણ જરૂર હશે ત્યાં તેની સાથે ઊભા રહેવાની કોંગ્રેસની તૈયારી છે”


