ટંકારાના જોધાપર-મોરબીમાંથી 10 બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા: 270 લિટર દેશી દારૂ સાથે બે મહિલા પકડાઈ
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દેશી બનાવટની રિવોલ્વર સાથે એક શખ્સની ધરપકડ
SHARE






વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દેશી બનાવટની રિવોલ્વર સાથે એક શખ્સની ધરપકડ
ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રીના પુલ પાસેથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા દેશી બનાવટની રિવોલ્વર સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે અને 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસ.ઓ.જી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રીના પુલ નીચે ઉભેલા શખ્સ પાસે હથિયાર હોવાની ચોક્કસ હકીકત પડી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પુલ નીચે ઉભેલા શખ્સ પાસેથી દેશી બનાવટની એક રિવોલ્વર મળી આવી હતી જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી અરવિંદસિંહ ઉર્ફે એડો ઉર્ફે એડી મહિપતસિંહ ગોહિલ (33) રહે. નવા ઢુવા પેટ્રોલપંપની સામે વાંકાનેર મૂળ રહે. ભડલી જીલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખ્યું હતું તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

