વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દેશી બનાવટની રિવોલ્વર સાથે એક શખ્સની ધરપકડ
વાંકાનેરની શિવ પાર્ક સોસાયટીમાં ઘરના દરવાજા પાસે પાર્ક કરેલા સ્કૂટરની ચોરી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739246830.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેરની શિવ પાર્ક સોસાયટીમાં ઘરના દરવાજા પાસે પાર્ક કરેલા સ્કૂટરની ચોરી
વાંકાનેર શહેરમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરના દરવાજા પાસે તેનું સ્કૂટર પાર્ક કરીને મૂક્યું હતું જે સ્કૂટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 92,469 ની કિંમતનું સ્કૂટર ચોરી થયું હોવા અંગેની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા નીતિનભાઈ પ્રવીણભાઈ લાબડીયા (31)એ અજાણ્ય શખ્સની સામે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 3/2 ના રોજ રાત્રિના બારેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 10:30 વાગ્યા સુધી તેમને પોતાનું સ્કૂટર નંબર જીજે 10 ઇબી 2008 તેના ઘરના દરવાજા પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે સ્કૂટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને લોક ખોલીને ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)