મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

ટંકારાના જોધાપર-મોરબીમાંથી 10 બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા: 270 લિટર દેશી દારૂ સાથે બે મહિલા પકડાઈ


SHARE















ટંકારાના જોધાપર-મોરબીમાંથી 10 બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા: 270 લિટર દેશી દારૂ સાથે બે મહિલા પકડાઈ

ટંકારા તાલુકાનાં જોધાપર અને મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએથી સ્થાનિક પોલીસે કુલ મળીને 10 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરેલ છે અને મોરબી શહેરમાં આવેલ કાલિકા પ્લોટમાંથી બે મહિલાઓની 270 લિટર દેશી દારૂના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જોધપર રોહીશાળા રોડ ઉપર પવનચક્કીની નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2100 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અનશુભાઈ વરસીંગભાઇ મેડા (44) રહે. જોધપર ગામની સીમ પ્રવીણભાઈ પટેલની વાડીએ ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. તો મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક નંબર જીજે 36 કયું 1998 લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે તે યુવાનને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 641 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને 50,641 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નવાજ ફારુકભાઈ કટિયા (19) રહે. ગુલાબનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર દરબારગઢ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 750 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી જીતેશભાઈ મનુભાઈ કગથરા (29) રહે. વીસીપરા મહાકાળીમીલ વાળી શેર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તેણે મુમતાજબેન ઇમરાનભાઈ મોર રહે વીસીપરા કુલીનગર-1 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ બંનેની સામે ગુનો નોંધી મહિલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

270 લિટર દેશી દારૂ

મોરબીના કાલિકા પ્લોટ પાસે આવેલ પરસોતમ ચોકમાં મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 270 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 54,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ગૌરીબેન રસિકભાઈ હમીરપરા (45) અને સલમાબેન તોફિકભાઈ ચાનીયા (31) રહે. બંને કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે સવારા બોર્ડિંગ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને નવઘણભાઈ જેઠાભાઈ દેગામા રહે. લીલાપર તાલુકો મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય આ ત્રણેય સામે ગુનો નોંધી નવઘણભાઈ દેગામાને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે






Latest News