મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસમાં તલાટીમંત્રી સાથે શાંતિથી વાત કરવાનું કહેતા સરપંચને બે શખ્સોએ મારમાર્યો: મારી નાખવાની ધમકી


SHARE







































હળવદના નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસમાં તલાટીમંત્રી સાથે શાંતિથી વાત કરવાનું કહેતા સરપંચને બે શખ્સોએ મારમાર્યો: મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા બે શખ્સો તલાટી કમ મંત્રી સાથે ઉગ્ર ભાષામાં જોર જોરથી વાત કરતા હતા જેથી ગામના સરપંચે શાંતિથી વાત કરવા માટે તે લોકોને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે સરપંચને ગાળો આપી હતી અને તેની સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા સરપંચ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા ગામના સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારા (55) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરપાલસિંહ તેજુભા પરમાર રહે. મૂળ નવા દેવળીયા ગામ હાલ રહે મોરબી અને એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું હતું કે ફરિયાદી પોતે દેવળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ છે અને આરોપી સુરપાલસિંહ પરમાર કોઈ કામ સબબ ગ્રામ પંચાયત ઓફિસે આવેલા હતા અને સાહેદ તલાટી કમ મંત્રી વિજયસિંહ ઝાલા સાથે ઉગ્ર ભાષામાં જોર જોરથી બોલતા હતા જેથી ફરિયાદીએ તેને શાંતિથી વાત કરવા જણાવતા આરોપીઓને તે સારું લાગ્યું ન હતું જેથી કરીને તેણે ફરિયાદીને ગાળો આપી હતી તથા ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા સરપંચ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News