ટંકારા નજીક 108 ની ટીમે સગર્ભાની સફળ ડિલિવરી કરાવી, મહિલાએ બે બાળકને જન્મ આપ્યો
મોરબીમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી વધુ 300 થેલી સિમેન્ટ પથ્થર હાલતમાં મળી !
SHARE







મોરબીમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી વધુ 300 થેલી સિમેન્ટ પથ્થર હાલતમાં મળી !
મોરબી પાલિકાના અધિકારીઓની બેદરકારી કે પછી અન્ય કોઈ કારણોસર સિમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં આવેલ ન હોવાથી તે સિમેન્ટ પથ્થર બની ગયેલ હોય તેવી અગાઉ 400 થેલી મળી આવી હતી તેવામાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ગઇકાલે મોરબીના લીલપર રોડે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે પહોચ્યા હતા અને ત્યા એક દુકાન કે જેનું શટર તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યું છે તેમાંથી સિમેન્ટની એક કે બે નહીં પરંતુ વધુ 300 જેટલી થેલીઓ મળી આવેલ છે જેથી કરીને આ સિમેન્ટની થેલિનો વાપરસ કરવાના બદલે તે પથ્થર બની ગયેલ છે તેના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે આકાર પગલાં લેવામાં આવે તેવી માંગ તેઓએ કરેલ છે. અને આટલું જ નહીં જવાબદાર વ્યક્તિની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ બાબતે કમિશનર સ્વપ્નિલ ખરે સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, અગાઉ જે સિમેન્ટની થેલીઓ મળી આવી હતી અને હાલમાં જે સિમેન્ટની વણ વપરાયેલ જે થેલીઓ મળી આવલે છે તે બંને માટેની તપાસ કરવામાં આવી રહી છે અને તે તપાસનો રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.
