મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટે પ્રદર્શની-વેચાણનું આયોજન


SHARE













મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટે પ્રદર્શની-વેચાણનું આયોજન

મોરબીમાં તાજેતરમાં રોજ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) ના સહયોગથી દેવ ફાઉન્ડેશન-વડોદરા દ્વારા હસ્તકળાને પ્રોત્સાહન આપવા પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રકારના કાર્યક્રમોનો ઉદેશ્ય એ છે કે ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક કલા વારસો, હસ્તકલા નવી પેઢીમાં વિલુપ્ત ના બને તેમજ આ કલા સાથે સંકળાયેલા કારીગરો/આર્ટિસ્ટસને આજીવિકા મળી રહે તે હેતુથી ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, ભરુચ, આણંદ, ખેડા, અમદાવાદ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં કલાકારો માટે SACRED 2.0 પ્રોજેકટ કાર્યરત છે. જે અન્વયે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) અને દેવ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને ઇ.ડી.આઈ.આઈ.ના સહયોગથી બહેનો આ પ્રોજેકટ થકી બનાવેલી હેન્ડમેડ પ્રોડક્ટસનું વેચાણ કરીને આત્મનિર્ભર બની આર્થિક સદ્ધરતા સાથે સ્વમાન સાથે જીવન પસાર કરી તે માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશિષ્ટ તાલીમ મેળવેલ બહેનો દ્વારા તૈયાર કરાયેલ મોતી કામ, એમ્બ્રોઈડરી કામ, પેચ વર્ક, કોઈર વર્ક, ટેરાકોટા, મડ વર્ક/માટી કામના કારીગરોએ તેમના દ્વારા બનાવેલા વિવિધ પ્રોડક્ટસ પ્રદર્શનની સાથોસાથ વેચાણ માટે પણ મુકયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News