મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ આસપાસથી રજડતા ઢોરને પકડવા કોંગ્રેસની માંગ
ટંકારા નજીક 108 ની ટીમે સગર્ભાની સફળ ડિલિવરી કરાવી, મહિલાએ બે બાળકને જન્મ આપ્યો
SHARE







ટંકારા નજીક 108 ની ટીમે સગર્ભાની સફળ ડિલિવરી કરાવી, મહિલાએ બે બાળકને જન્મ આપ્યો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં જબલપુર પાટિયા પાસે રહેતા પરિવારની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા થવા લાગી હતી જેથી કરીને 108 ને બોલાવવામાં આવી હતી અને મહિલાને હોસ્પિટલ સુધી લઈ પહોચી શકાય તેમ ન હતું જેથી કરીને 108 ની ટીમે તે મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી અને આ મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો છે. અને હાલ ત્રણેય સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ શ્રમિક મહિલા 11 દિવસ પહેલા જ અહીં આવી હતી અને તેને પ્રસૂતિની પીડા થવા લાગી હતી જેથી 108 ને ફોન કરતાં 108 ની ટિમના ઈએમટી રૂબિયાનેન કુરેશી અને પાયલોટ કલ્પેશભાઈ તાત્કાલિક ત્યાં આવી ગયા હતા અને મહિલાની સફળ ડિલિવરી 108 માં જ કરવી હતી.
