મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરમાં પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠા તરફ જવાના રસ્તા ઉપર વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા ચંદુભાઈ વાલજીભાઈ ભલસોડ (63) નામના વૃદ્ધનું પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠે તરફ જવાના રસ્તા ઉપર કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી કરીને તેને મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની જાકીરહુસેન મોહમ્મદભાઈ રાઠોડ રહે. વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ રમેશચંદ્ર મીયાત્રા દ્વારા કરવામાં આવેલ હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ સીએનજીના પંપ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 568 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અલ્પેશભાઈ પૂજેસિંગ બારીયા (35) રહે. સાવીનો સીરામીકના લેબર ક્વાર્ટરમાં બેલા મૂળ રહે. મહીસાગર જિલ્લા વાળાને પકડીને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News