મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

કચ્છથી કતલખાઈને લઈ જવામાં આવતા ૧૦ પાડાને મોરબીના ગાળા ગામ પાસેથી ગૌરક્ષકોએ બચાવ્યા, બે સામે ગુનો નોંધાયો


SHARE







































કચ્છથી કતલખાઈને લઈ જવામાં આવતા ૧૦ પાડાને મોરબીના ગાળા ગામ પાસેથી ગૌરક્ષકોએ બચાવ્યા, બે સામે ગુનો નોંધાયો

મોરબી ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગના હોદેદારોને મળેલ બાતમી આધારે પોલીસને સાથે રાખીને મોરબી કચ્છ રોડે વોચ રાખવામા આવી હતી. ત્યારે કચ્છ બાજુથી મોરબી બાજુ બોલેરો પીકપ ગાડી આવી રહી હતી ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામ પાસે ગાડી નંબર જીજે ૧૨ એવાય ૨૯૦૧ ને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ૧૦ નાના પાડા મળી આવ્યા હતા અને ક્રુરતાપુર્વક તેને ટૂંકા દોરડાથી બાંધીને કતલખાને લઈ જતાં હોય ગાડી લઈને જઈ રહેલા શખ્સની પૂછપરછ કરતા તેને કહ્યું હતું કે, શિકારપુરથી પાડા ગાડીમાં ભરેલ હતા અને મોરબી ખાટકીવાસમાં લઈ જવાના હતા અને કતલ કરવાના ઇરાદે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા.જેથી કરીને મોરબી ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા અબોલ જીવને બચાવીને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.હાલમાં પકડાયેલા રમજુ ગુલમામદભાઈ રાઉમા સંધિ (૩૬) રહે.કટારીયા ગામ મસ્જિદ પાસે ભચાઉ કચ્છ (ભુજ) વાળાને પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને તેની પૂછપરછમાં ઈકબાલ ઉર્ફે બબાભાઈ શેખ રહે.શિકારપુર ભચાઉ (કચ્છ) નું નામ ખુલતા હાલ બંને વિરુદ્ધ મોરબીના પાર્થ નેસડિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા પશુ અતીક્રમણ ધારા હેઠળ ઉપરોક્ત બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ રૂપિયા ચાર લાખની કિંમતનું વાહન તથા રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના ઢોર એમ કુલ મળી રૂા.૪,૧૫,૦૦૦ ની મતા જપ્ત કરવામાં આવી હતી અને રમજુ રાઉમાને પકડીને ઈકબાલ શેખની શોધખોળા હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
















Latest News