ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં ગુજરાતીના પાઠ્ય પુસ્તકોનું પૂજન કરાયું
SHARE






ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં ગુજરાતીના પાઠ્ય પુસ્તકોનું પૂજન કરાયું
ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે આવેલ પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ અનુલક્ષીને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને ધો. ૧ અને ૨ ના બાળકો દ્વારા સૌપ્રથમ તેમના જ ગુજરાતીના પાઠ્ય પુસ્તકની કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યુ હતું આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી કે જેણે આપણી માતૃભાષાને ઉચ્ચ સ્થાન અપાવ્યું છે, તેમના જ એક ગીત "અંબર ગાજે મેઘાડંબર ગાજે" ના રાગમાં શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા બાળકોને કક્કો ગાઈને સંભળાવવામાં આવ્યો અને બારાક્ષરી નું પણ ગાન કરવામાં આવ્યું હતું


