મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ


SHARE









મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદીક દવાખાના દરવાજા પાસે ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ છે અને છેલ્લા એકાદ વર્ષથી ગટર ઉભરાય છે છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ તે સફાઈ કરવામાં નીષ્ફળ કેમ ?, દર્દીને ના છૂટકે ગટરમાં થઈને દવાખાને જવું પડે છે. આ હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને ક્ષયની સારવાર માટે જવું પડે છે અને તેઓને પણ ફરજીયાત ઉભરાતી ગટરના પાણીમાંથી જ પસાર થવું પડે છે. જેથી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે કે તંત્ર દ્વારા લોકોને ગંદકી માટે દંડ આપવામાં આવે છે જો કે, અહી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આ ગંભીર બેદરકારી માટે વહીવટદાર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યુ હતું કે, તંત્ર જો હવે સફાઈ નહીં કરવે અને હોસ્પિટલમાં જવાના રસ્તામાં ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરીને હોસ્પિટલને તાળાં બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News