મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા પાસે વાહન ચેકિંગમાં 1 રિવોલ્વર-5 કાર્ટીઝ સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો


SHARE

















ટંકારા પાસે વાહન ચેકિંગમાં 1 રિવોલ્વર-5 કાર્ટીઝ સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો

ટંકારા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે મોરબી બાજુથી રાજકોટ જતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી એક શખ્સ પાસેથી 1 રિવોલ્વર અને 5 કાર્ટીઝ મળી આવેલ છે જેથી તે શખ્સ પાસે રાજકોટ શહેર પૂરતો જ હથિયાર પરવાનો હતો જેથી જાહેરનામાના ભંગનો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે મોરબી બાજુથી કાર આવી રહી છે અને કારમાં ગેરકાયદે હથિયાર લઈને રાજકોટ તરફ જઈ રહી છે તેવી બાતમી મળી હતી જે બાતમી વાળી કાર આવતા કારણે રોકીને પોલીસે ચેક કરી ત્યારે કારમાં બે શખ્સ બેઠા હતા જેમાં ડ્રાઇવિંગ સીટ ઉપર સુનિલ પરષોતમભાઈ રાણપરિયા (44) રહે, રાજકોટ વાળો બેઠેલ હતો અને તેની બાજુમાં દુર્ગેશભાઇ કાંતીભાઇ સગપરીયા (35) રહે. સરદાર મેઇન રોડ, સાધના સોસાયટી શેરી નં-1 રાજકોટ વાળો હોવાનું સામે આવ્યું હતું અને દુર્ગેશભાઇ કાંતીભાઇ સગપરીયા પાસે રિવોલ્વર હતી જેનો લાયસન્સ પરવાના નંબર- LN12210A1874A22 /RAJ/CP/LB-1/4506/66/2022 હોવાનું સામે આવ્યું હતું અને આ રિવોલ્વર હથિયાર રાજકોટ સીટી પુરતો પરવાનો હોવાનુ આરોપી જાણતો હોવા છતા હથિયાર પોતાની પાસે રાખી મોરબી જિલ્લાના ટંકારા ખાતેથી મળી આવેલ હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 1 રીવોલ્વર જેની કીમત 10 હજાર અને 5 જીવતા કાર્ટીઝ જેની કિંમત 500 આમ કુલ મળીને 10,500 નો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસ કમિશ્નશ્રી રાજકોટ શહેરના હથિયાર પરવાનાનો ભંગ કરી તેમજ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ સારવારમાં
મોરબીના પંચાસર રોડ રાજનગર ખાતે લીમડા ચોક પાસે રહેતા બાબુભાઈ મનજીભાઈ વિડજા નામના ૬૬ વર્ષીય વૃદ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા.ત્યારે જુના જાંબુડીયા ગામ પાસે પથ્થર સાથે તેમનો પગ અથડાતા ઇજા પામતા તેઓને પણ અત્રે આયુષ ખાતે સારવારમાં લઈ જવાય હતા.તેમજ હળવદના માનસર ગામ પાસેથી બાઈક લઈને જતા સમયે બાઈક આડે અચાનક કૂતરૂ આડુ ઉતરતા હળવદના સીરોઇ ગામના રાજેશભાઈ ડાયાભાઈ લાલકીયા નામના ૫૭ વર્ષના આધેડને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
મોરબીના નાની વાવડી ગામે આવેલા બાલા હનુમાન મંદિર પાસેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં પાર્થ નલીનભાઈ જોશી (ઉમર ૩૫) રહે.ગાંધીગ્રામ શેરી નબર-૬ રાજકોટને ઇજાઓ પહોંચતા તેને અત્રે ખાનગી હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી. ઝાલાએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબીના જુના જાંબુડીયા ગામે પાવર હાઉસ પાસે આવેલ ખેતરમાં રહીને મજૂરી કામ કરતા રાજમલ ગંગાધર માલવી નામના ૩૭ વર્ષે યુવાનને ખેતરમાં કામ દરમિયાન અંગુઠા ઉપર કોઈ જનાવર કરડી જતા તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.




Latest News