મોરબીમાં પોતાની જમીન જોવા ગયેલા વેપારી યુવાનને પાડોશી કારખાનેદારે મારમાર્યો: મારી નાખવાની ધમકી !
મોરબીના જુના ઘૂટું રોડે ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લેતા તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાથી ભત્રીજાની નજર સામે ભાઈજીનું મોત
SHARE






મોરબીના જુના ઘૂટું રોડે ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લેતા તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાથી ભત્રીજાની નજર સામે ભાઈજીનું મોત
મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ સિમ્પોલો સિરામિક પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રેલરના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ભત્રીજાને પગના ભાગ ઇજા થઈ હતી જોકે તેના ભાઈજીનું માથું તેમજ હાથ અને પગ ટ્રેલરના જોટામાં કચડાઈ જવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભ મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ચાલક સાથે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સનાળા રોડ પર આવેલ ઉમિયા સર્કલ પાસે ભેખડની વાડીમાં રહેતા અને કડિયા કામ કરતા મનસુખભાઈ કાનજીભાઈ પરમાર (43)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર નંબર આરજે 1 જીબી 8919 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક પાસે આવેલ નાલા પાસેથી તેઓના મોટાભાઈ દેવજીભાઈ કાનજીભાઈ પરમાર બાઈક નંબર જીજે 36 બી 8186 લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવે રણછોડનગર પાસે અમૃત પાર્ક સોસાયટીથી ઘૂટું રોડ ઉપર રામનગરી સોસાયટી ખાતે બાંધકામની સાઈડ ચાલુ હોય ત્યાં જઈ રહ્યા હતા ત્યારે દેવજીભાઇની સાથે ફરિયાદનો દીકરો પ્રકાશ મનસુખભાઈ પરમાર (16) પણ બાઈકમાં બેઠેલ હતો દરમિયાન અકસ્માતનો જુના ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક સામે નાલા પાસે બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના દીકરા પ્રકાશને જમણા પગના ઘૂંટણના ભાગે ઈજાઓ થઈ હતી જોકે, અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના મોટાભાઈ દેવજીભાઈ કાનજીભાઈ પરમારનું માથું અને હાથપગ ટ્રેલરના પાછળના જોટામાં કચડાઈ જવાના કારણે તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેમનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે
વાહન અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા કાંતાબા વેલુભા ઝાલા બાઇકની પાછળ બેસીને જતા હતા.ત્યારે ગામના હનુમાન મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થતા અકસ્માત બનાવમાં ડાબા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર પાછળના ભાગે રહેતા છાંયાબેન જયેશભાઈ ચંદારાણા નામના મહિલાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોધરાથી ૧૦ કિલોમીટર નજીક હોટલ વેની નજીક હાઇવે ઉપર કાર પલ્ટી મારી જવાનો બનાવ બનેલ જેમાં ઇજા પામતા છાંયાબેન ચંદારાણાને સારવારમાં ખસેડાયા હતા.બંને બનાવો સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈકબાલમિયાં ગુલામમયુદ્દીન બુખારી નામના ૫૦ વર્ષીય આધેડને ઇજા થતાં સારવાર માટે અત્રેની સિવિલ લાવવામાં આવ્યા હતા.જેથી તાલુકા પોલીસ મેથકના મહાવીરસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ એરાઈઝ પેપર પ્રોડક્ટ નામના યુનિટ ખાતે રહીને મજૂરી કામ કરતા રાજનકુમાર શ્રીરામઉજાગર ઉપાધ્યાય નામના ૨૧ વર્ષના યુવાનને પેપરમીલ નજીક મારામારીના બનાવમાં ઇજા પહોંચી હતી.જેને પગલે સારવારમાં ખસેડાતા તાલુકાના પોલીસ સ્ટાફના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.


