ટંકારા પાસે વાહન ચેકિંગમાં 1 રિવોલ્વર-5 કાર્ટીઝ સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો
વાંકાનેરના જાલીડા ગામ પાસેથી રેઢી મળેલ કારમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
SHARE






વાંકાનેરના જાલીડા ગામ પાસેથી રેઢી મળેલ કારમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોરપીયો કાર નીકળી હતી જે કારને રોકવા પોલીસે ઇસરો કર્યો હતો જો કે કાર ચાલક તેની કાર લઈને નાશી ગયો હતો અને જાલીડા ગામની સીમમા કાર રેઢી મૂકીને આરોપી નાશી ગયો હતો જેથી કરીને પોલીસે સ્કોરપીયો કાર ચેક કરી જેમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ મળી આવેલ છે જેથી કરીને પોલીસે કાર અને દારૂ મળીને ૨,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસના લોકરક્ષક શક્તિસિંહ પરમારને ખાનગી બાતમી મળેલ હતી કે, વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોરપીયો કાર આવી રહી છે જેથી તેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી રાખી ન હતી અને તે કારનો પીછો કરતા જાલીડા ગામની સીમમા કારનો ચાલક પોલીસને જોઈને પોતાની કાર નં. જીજે ૩ સીએ ૦૭૪૭ ને છોડીને નાશી ગયો હતો જેથી કરીને પોલીસે ૧,૫૦,૦૦૦ ની કિંમતની કાર અને કારમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ જેની કિંમત ૧,૩૦,૦૦૦ આમ કુલ મળીને ૨,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં કાર ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.


