મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છર મારવાનું લીકવીડ પી લેતા પરિણીતા સારવારમાં
મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે
SHARE
મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે
મોરબીના નવા બસ સ્ટેશનની સામે આવેલ મહાવીર સોસાયટીમાં પ્રમુખ આંબાભાઇ પટેલ, મંત્રી ભરતભાઇ પટેલ અને ઘનજીભાઇ પટેલના સ્થાને નવા હોદેદારો તરીકે પ્રમુખપદમાં ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે અનિલભાઇ બુધ્ધદેવની તથા કારોબારી કમીટીમાં હરેશભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, રાજુભાઇ દોશી, ડો.અઘારા, પંકજભાઇ દોશી, ગિરીશભાઇ પટેલ, તુલસીભાઇ પટેલ અને ભગવાનજીભાઇ પટેલની વરણીઓ કરવામાં આવેલ છે.તથા નવા વર્ષનું સ્નેહ મિલન આગામી તા.૨૩-૧૧ ને મંગળવારે સાંજે ૭ કલાકે મહાવીર સોસાયટીના સભ્ય હોય તેઓ માટે સહપરિવાર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પધારવા નવ નિયુકત પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મહામંત્રી અનિલભાઇ બુધ્ધદેવે યાદીમાં જણાવેલ છે.