મોરબીની મહાવીર સોસાયટીના નવા હોદેદારો નિમાયા-સ્નેહ મિલન યોજાશે
૨૯ રાજયો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોની સાયકલયાત્રાએ નિકળેલા બે યુનાનોનું મોરબી રોટરી કલબ દ્રારા સ્વાગત કરાયુ
SHARE
પર્યાવરણ બચાવો તથા સાક્ષરતાનો સંદેશ લઇ ૨૯ રાજયો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોની સાયકલયાત્રાએ નિકળેલા બે યુનાનોનું મોરબી રોટરી કલબ દ્રારા સ્વાગત કરાયુ
રોટરી ક્લબ મોરબી દ્વારા રોટરી ક્લબ બેંગલોર વ્હાઈટ ફિલ્ડની યુવા શાખા રોટ્રેરેક્ટ ક્લબ શિશુ મંદિરમાંથી બે સાયકલિસ્ટ યુવાનો રોટ્રેક્ટર ધનુષ અને હેમંથ સાયકલ લઈને મોરબી આવેલ તેનું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યુ હતુ તેઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓનું નામ નોંધાવવા જઈ રહ્યા છે.તેઓ ૨૫ હજારથી વધુ કિલોમીટરનું અંતર ફક્ત ભારત દેશમાં જ ૨૦૦ દિવસમાં પૂરૂ કરવાના છે.જેમાં ૨૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરેલ છે.તેઓએ ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ બેંગલોર વિધાનસભા ખાતેથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ૧૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી પહોંચ્યા હતા. તેઓની આ સાયકલ યાત્રા દ્વારા સમગ્ર ભારત દેશમાં તેઓ પર્યાવરણ બચાવવાનો તથા સાક્ષરતાનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આ આપણા દેશની સૌથી લાંબી સાયકલ યાત્રા છે .તેઓના સ્વાગતમાં રોટરી પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસિદાબેન લાકડાવાલા, અબ્બાસભાઈ લાકડાવાલા, હરીશભાઇ શેઠ, અશોકભાઈ મહેતા, રવિનભાઈ આશર તથા ઇંટરેક્ટ પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લાકડાવાલા, સેક્રેટરી મીત મહેતા અને ઈબ્રાહીમ વેગડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.