મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ
મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છર મારવાનું લીકવીડ પી લેતા પરિણીતા સારવારમાં
SHARE
મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છર મારવાનું લીકવીડ પી લેતા પરિણીતા સારવારમાં
મોરબી નજીકના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે રહેતી પરિણીતાએ મચ્છર મારવાનું લીકવીડ પી લીધું હતું જેથી કરીને તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને બાદમાં પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે બીમારી સબબ કંટાળીને તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!
મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી જે.પી. કણસાગરાના જણાવ્યા પ્રમાણે, કીરણબેન સંજયભાઇ અખીયાણી (ઉ.વ.૩૦) રહે.પીપડી તા.જી.મોરબીએ પોતાના ઘરે મચ્છર મારવા માટે વપરાતુ લીકવીડ પી લેતા મોરબીની મંગલમ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.તેમનો લગ્નગાળો ૬ વર્ષનો છે.અને સંતાનમા એક દીકરો તથા એક દીકરી છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓ બિમાર રહેતા હોય અને બિમારી સબબ કિરણબેન અખીયાણીએ ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું ખુલેલ છે.
યુવતી સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર શેરી નંબર-૩ માં રહેતી વૈદેહીબેન સંજયભાઈ કલોલા જાતે વાણંદ નામની ૧૮ વર્ષીય યુવતીએ ટાઇલ્સ ક્લીનર પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે તપાસ કરતાં ખુલ્યુ હતું કે આગામી સમયમાં ધોરણ ૧૨ કોમર્સની પ્રિલી પરીક્ષા આવતી હોય અને તેના ટેન્શનમાં વૈદેહીબેને ઉપરોકત પગલું ભરી લીધું હતું..! જ્યારે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો હિતેશભાઈ રામજીભાઈ ધાણુ નામનો ૩૦ વર્ષનો યુવાન ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો ત્યારે તેને ઝેરી અસર થતાં તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.