મોરબી મહાપાલિકાનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 14 આસામીઓની મિલકત સીલ
SHARE






મોરબી મહાપાલિકાનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 14 આસામીઓની મિલકત સીલ
મોરબી મહાપાલિકા દ્વારા એક લાખથી વધુની વેરાની રકમ બાકી હોય તેવા 257 મિલકત ધારકોને વોરંટની બજવણી કરવામાં આવી હતી જેમાંથી 63 મિલકતધારકોએ સંપૂર્ણ ટેક્સ ભરી દીધેલ છે જો કે, વેરો ન ભરનારા આસામીઓ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે ટેક્ષ શાખા દ્વારા બે જગ્યાએ પાણીના કનેક્શન કાપવામાં આવેલ છે અને 14 આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી છે
મોરબી મહાપાલિકાની ટેક્ષ શાખા દ્વારા વેરો નહીં ભરનારા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગ રૂપે એક લાખથી વધુનો વેરો બાકી હોય તેવામાં આસામીઓમાંથી 14 આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી છે તે ઉપરાંત 75 હજારથી એક લાખ સુધીનો વેરો બાકી હોય તેવા 114 આસામીઓને બાકીનો વેરો ભરવા માટે વોરંટની બજવણી કરવામાં આવી છે જેમાંથી 51 આસામીઓ તેનો વેરો ભરી ગયેલ છે જો કે, હવે ટેક્ષ શાખા દ્વારા 50 થી 75 હજાર સુધીનો વેરો બાકી હોય તેવા 66 વોરંટની બજવણી કરી છે જેમાંથી 9 આસામીઓએ ટેક્ષ ભર્યો છે જો કે, જે આસામીઓનો નાણાકીય વર્ષનો વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલવા માટેની કડક કાર્યવાહી હવે બાકીદારો સામે કરવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


