થાનમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થવાની ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં: મોહનભાઇ કુંડારીયા
મોરબીના PSI બી.એ.ગઢવીએ રિહર્સલ વખતે સુરતમાં બાળકને માર મારતા એક ઇજાફો એક વર્ષ માટે અટકાવવા SP એ ફટકારી કારણદર્શક નોટિસ
SHARE






મોરબીના PSI બી.એ.ગઢવીએ રિહર્સલ વખતે સુરતમાં બાળકને માર મારતા એક ઇજાફો એક વર્ષ માટે અટકાવવા SP એ ફટકારી કારણદર્શક નોટિસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં આવ્યા છે જો કે, તે પહેલા સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. ત્યારે એક સગીર બાળક સાઇકલ લઈને કોન્વોય રૂટમાં આવી ગયો હતો જેથી કરીને ત્યાં હાજર રહેલા પોલીસ અધિકારીએ તે બાળકને વાળ પકડીને માર માર્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો અને વીડિયોમાં જે અધિકારી દેખાતા હતા તે મોરબીમાં ફરજ બજાવતા પીએસઆઈ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીના એસપી દ્વારા સુરતમાં બાળકને માર મારતા પીએસઆઈનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવવા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
હાલમાં સમાચાર માધ્યમોમાંથી મળી રહેલ માહિતી મુજબ જે સગીરને પોલીસ અધિકારી સુરતમાં માર માર્યો હતો તે માત્ર ત્રણ મહિના પહેલા જ નેપાળથી સુરતમાં આવ્યો હતો. અને તે સગીરની માતાનું ટીબી ના લીધ મોત નીપજયું હતું અને પિતાએ બીજા લગ્ન કરી લીધા છે અને સગીર ભણેલો નથી તેવામાં અજાણતા તે પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ પર પહોંચી ગયો હતો. જેથી કરીને પોલીસ અધિકારી દ્વારા તેને રોકીને માર મરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યો હતો અને મોડી રાતે તે ઘરે આવ્યો હતો અને સગીરે તેના મામાને કહ્યું હતું કે, “કાલે સાંજે 4:30 વાગ્યે તે સાઇકલ લઈને નીકળ્યો હતો. અને રાતે 9:30 વાગ્યે તે ઘરે આવ્યો હતો ત્યારે રડવા માંડ્યો હતો. અને કહ્યું હતું કે, “મને ખબર ન હતી કે ત્યાં શું ચાલી રહ્યું હતું અને અચાનક મને પોલીસ મારવા લાગી. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અને કલાકો સુધી રોકી રાખ્યો હતો”.
આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક રીલ વાઇરલ થયેલી છે, જેની હકીકત એવી છે કે, બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી. ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી, આમ છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બનેલો હતો. આ વાઇરલ વીડિયોમાં દેખાતા પીએસઆઇ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી.એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા. જેમણે કરેલું વર્તન બિલકુલ અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવે છે. અને પીએસઆઇ બી.એ. ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ ખાતે ખસેડ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા રિપોર્ટ કરી પરત મોરબી જીલ્લામાં તેમને મોકલી આપ્યા છે. અને મોરબીના એસપી દ્વારા PSI ગઢવી વિરુદ્ધમાં સખ્ત પગલા લેવામાં આવશે. અને હાલમાં PSI નો પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવવાની કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.


