મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

હળવદના માથક ગામ પાસેથી જુદી જુદી બે કારમાંથી ચોરાઉ ૪૦૦ લીટર ડીઝલના જથ્થા સાથે પાંચ શખ્સોની ધરપકડ: ૫.૩૬ લાખનો મુદ્દામાલ કબજે


SHARE









હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે કારમાંથી કુલ મળીને ૪૦૦ લીટર ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બે કાર સાથે પાંચ શખ્સોની ૫.૩૬ લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલા ટ્રકોની ડીઝલ ટેન્ક માંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત બની ચૂકી છે અને તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જે તે સમયે વાઇરલ થતા હોય છે દરમિયાન હળવદ તાલુકા વિસ્તારમાં પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો દરમિયાન વનરાજસિંહ માવુભા અને દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ ને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના માથક પાસે રેડ કરી હતી

ત્યારે ઇકો ગાડી નં જીજે ૭ ડીડી ૯૪૫૯ તથા આઇ-૨૦ નં જીજે ૨૩ એ એન ૪૪૮૧ કારમાંથી જુદા જુદા ૧૨ કેરબામાં ૪૦૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બે કાર તથા ડીઝલ મળીને ૫.૩૬ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યાં પાંચ શખ્સોને પકડ્યા હતા અને તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ડીઝલનો જથ્થો તેમણે મોરબી તાલુકાના લખધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલા ટ્રકોમાંથી રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

જેથી કરીને હળવદ તાલુકા પોલીસ દ્વારા વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઈ પરમાર, પ્રદીપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર અને અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે બધા કોટ લીંડોરા ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા તેમજ કુલદીપસિંહ ભરતભાઈ લકુમ રહે. માથક તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News