મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટ લેતા આધેડનું મોત


SHARE









મોરબીના ટિંબડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટ લેતા આધેડનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં મોરબીના અમરનગર ગામ પાસે આવેલ રવિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એસઈસી ક્રેન સર્વિસની ઓફિસમાં રહેતા સલમાનખાન સલીમખાન પઠાણ (27)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 32 જીડી 9383 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામ નજીકથી તેઓના પિતા સલીમખાન ભુરાખાન પઠાણ (53) તેનું બાઈક નંબર જીજે 1 યુજે 2363 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેઓના બાઇકને ટ્રક ટ્રેલરથી ડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને ડાબા પગના ભાગે તથા શરીરે ગંભીર જાઓ થયેલ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ગુલાબ પાન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજેશભાઈ ચંદુભાઈ ગણાત્રા (53) રહે. સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાછળ શેરી નં-4 મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો






Latest News