મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા અને નેકનામ રોડ ઉપર ક્રેટા ગાડીમાંથી ૩૧૮ બોટલ દારૂ અને ૪૮ બિયરના ટીન સાથે બે પકડાયા, એકની શોધખોળ


SHARE

















ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ ઉપરથી ક્રેટા કાર પસાર થતી હતી જેને રોકીને ટંકારા પોલીસે ચેક કકી હતી ત્યારે ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની ૩૧૮ બોટલ અને ૪૮ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને ૭.૩૯ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને બે ઇસમોને પકડી પાડ્યા છે.

રાજકોટ રેન્જમાં ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ ઇંગ્લીશ દારૂ, હથિયાર ધારાના કેશો શોધી કાઢવા સારુ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતુ દરમ્યાન ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા અને ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ હતી કે, કાળા કલરની ક્રેટા કાર નં. જીજે ૭ ડીજી ૨૧૯૨ વાળી નેકનામ તરફથી જોધપર ગામ તરફ આવનાર છે. જે કેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકિકત આધારે રેઇડ કરતા ગાડીમાંથી બે આરોપી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કી અને વોડકા બોટલો નંગ ૩૧૮, કીંગ ફીસર બીયર ટીન નંગ ૪૮, મોબાઇલ ફોન નંગ-૨ અને ૬ લાખની ગાડી આમ કુલ મળી ૭,૩૯,૯૩૦ નો મુદામાલ કબજે કરેલ છે. અને હાલમાં પોલીસે ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા (૩૦) રહે. મેધપર ઝાલા તાલુકો ટંકારા અને કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા (૩૨) રહે.જોધપર ઝાલા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં  યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તાલુકો વાંકાનેર વાળાને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મળશે

મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે તા.૯-૩ ને રવિવારે સવારે ૮ થી ૧ હાટ યોજાશે.જ્યાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા સરગવો મેથી સિંધાલૂણ પાવડર ચુર્ણ, ચોખ્ખું મધ, ધુપ અગરબત્તી ગુગળ કપુર હવન સામગ્રી ફુટ પ્રોડક્ટ્સ સાબુ મહેંદી, કાળી માટીના રસોઈના વાસણો હાથેથી બનાવેલ તાવડી પાટીયા કુંડા કપ રકાબી બરણી ગ્લાસ, ઘાણીથી પીલે્લ કાળા સફેદ તલનું તેલ મગફળીનું તેલ એક વર્ષની ગેરેન્ટી ઘાણીથી પીલે્લ નારિયેળનું તેલ મળશે. સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે  જેનો લેવા પ્રમુખ વી.ડી.બાલા અને અહીના લવજીભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવેલ છે.




Latest News