મોરબી : શ્રી રાજપૂત કરણી સેનાની જિલ્લાની મહિલા પાંખ દ્વારા મહિલા દિવસની વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી
Morbi Today
ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં અનોખી રીતે મહિલા દિવસ ઉજવાયો
SHARE









ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં અનોખી રીતે મહિલા દિવસ ઉજવાયો
હરબટીયાળી પ્રાથમિક શાળામાં કામકાજ અંતર્ગત બે શ્રમિક પરિવારો ચણતર કામ માટે રોકાયેલા હતા અને એક શ્રમિક પરિવારના ઘરે દીકરાનો જન્મ થયો હતો. "જ્યાં નારીનું સન્માન છે ત્યાં સંસ્કૃતિનું સ્થાન છે" આ ઉક્તિને સાર્થક કરવા તાજેતરમાં જ માતા બનેલ ઇન્દ્રાબેનની ત્યાંના શિક્ષિકા બહેને મુલાકાત લીધી હતી અને ઇન્દ્રાબહેન માટે શક્તિવર્ધક કાટલાંના લાડવા, કપડાં તેમજ તેમના બાળક માટે બોર્નબેબી કીટ તથા રોકડ રકમ ભેટ આપવામાં આવી હતી અને શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના પુત્રનું પારણું શણગારીને તે બાળકનું "ભવ્ય" નામ રાખીને ભવ્યાતિભવ્ય રીતે નામકરણ વિધિ કરવામાં આવી હતી
