મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત


SHARE









ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત

ટંકારાના મીતાણા પાસે આવેલ પ્રભુનગર ગામે રહેતા માલધારીની પાંચ થી છ ભેંસને વીજ શોક લાગતાં તેનું મોત નીપજયા છે જેથી કરીને માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે તેવી મોરબીના માલધારી આગેવાન કરસનભાઈ એમ. ભરવાડ દ્વારા પશુપાલન મંત્રીને રજૂઆત કરીને માંગ કરવામાં આવે છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાના પ્રભુનગર ગામે રહેતા માલધારી કરમણભાઈ ગાડુભાઇ મુંધવા ભરવાડ જેઓની દુધાળા પશુઓ ભેંસ પાંચ થી છ જે બે થી ચાર દિવસ પહેલા વહેતા પાણીના ખાડામાં ચાલુ વીજ પ્રવાહના કારણે વીજ શોક લાગતા મોત નીપજયું હતું જેથી કરીને દુધાળા પશુ વીજ શોક લાગવાના કારણે મૃત્યુ પામતા ગરીબ માલધારી ઉપર આભ તૂટી પડ્યું છે ત્યારે આ માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તે જરૂરી છે. જેથી હાલમાં રાજ્યના પશુપાલન મંત્રી તેમજ મુખ્યમંત્રીને સહાય ચૂકવવા માલધારી સમાજના આગેવાન કરસનભાઈ ભરવાડે આ રજૂઆત કરેલ છે અને આ માલધારી પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તે જરૂરી છે.

મોટીબરાર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માળિયા(મિં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમા વિવિધ ફુલછોડ અને ફળોના રોપા વાવ્યા હતા. સાથે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાના જણાવ્યા મુજબ આગમી સમયમાં શાળામાં કિચન ગાર્ડન બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ શાકભાજીના બીજ લાવશે અને શાળામાં રોપવામાં આવશે.




Latest News