મોરબીમાં વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ ૨૬ નવેમ્બરનાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી
SHARE









ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી
મોરબીના ટંકારા તાલુકામાં આવેલા હીરાપર ગામે રહીને ખેત મજુરીનું કામ કરતા મુળ મધ્યપ્રદેશના યુવાનના રૂા.૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી થવા પામી હોય ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધાનપુર તાલુકાના બોકડીયા પીપલપાણી ફળિયુ વિસ્તારનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામે શિવલાલ ચકુભાઈ લો ની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં દીલાભાઈ શાંતિયાભાઇ બુંબડીયા નામના યુવાનનું રૂા.૩૫ હજારની કિંમતનું બાઈક નંબર એમપી ૬૯ એમઇ ૩૪૭૪ ગત તા.૫-૧૧ ના નવ વાગ્યાથી તા.૬ ના ચાર વાગ્યા દરમિયાનમાં હીરાપર ગામેથી ચોરાઈ ગયું હોય તેણે ઘરમેળે આજુબાજુમાં તપાસ કરી હતી તેની સાથે અન્ય ખેત મજૂરીનું કામ કરતા તેના મિત્રોમાં પણ તેણે બાઇકની શોધખોળ કરી હતી છતાં પણ બાઈકનો પત્તો ન લાગતાં અંતે દીલાભાઇ બુંબળીયાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્રારા રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વી.એન.બાર ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રહેવાસી હર્ષાબેન કિશોરભાઇ પરમાર જાતે દલવાડી નામની ૧૯ વર્ષીય યુવતી તા.૨૦-૧૧ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસેથી પોતાના ભાઈના બાઈકની પાછળ બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા હર્ષાબેન પરમારને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જયારે હળવદ તાલુકાના માંગરોલીયા ગામના રહેવાસી અમુભાઈ ગીરીરાજભાઈ પરમાર નામના ૩૦ વર્ષીય યુવાનને તેના ઘેર તેના પત્ની દ્વારા માર મારવામાં આવતા તેને મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
