મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા પાસે સતાપરના યુવાન ઉપર પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખીને સસરા-સાળા સહીત ચારે કર્યો કુવાડા વડે હુમલો


SHARE

















વાંકાનેરના ગુંદાખડા પાસે સતાપરના યુવાન ઉપર પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખીને સસરા-સાળા સહીત ચારે કર્યો કુવાડા વડે હુમલો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાખળા અને સમઢીયાળા ગામની વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સત્તાપર ગામના યુવાન ઉપર તેણે કરેલા પ્રેમલગ્નનો રોષ રાખીને કુવાડા વડે હુમલો કરવામાં આવતા ભોગ બનેલ યુવાનને સારવાર લીધા બાદ અદેપર ગામના ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સત્તાપર ગામે રહેતો અને રીક્ષા ડ્રાઈવિંગનું કામકાજ કરતો સંજયભાઈ વાલાભાઈ કિહલા જાતે કોળી નામનો ૨૪ વર્ષીય યુવાન તા.૨૦ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં વાંકાનેરના ગુંદાખડા અને સમઢીયાળા ગામ વચ્ચેના રસ્તેથી સાહેદ રમેશભાઇની સાથે ઇકોકારમાં જતો હતો ત્યારે તેના ઉપર અદેપર ગામના ધનજીભાઈ લાલજીભાઈ બાવરવા, સંગ્રામ ધનજીભાઇ બાવરવા, વાહણભાઈ કરમશીભાઈ બાવરવા અને નવઘણ વાહણભાઈ બાવરવા નામના ચાર ઈસમોએ એકસંપ કરીને સંજયભાઇ તથા સાહેદ રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બંને ઉપર કુવાડાના ઉંન્ધા ઘા માર્યા હતા. તેમજ તેઓની ઇકો કારમાં પણ કૂવાના ઊંધા ઘા મારીને રમેશભાઈને ગાલના ભાગે અને સંજયભાઇને પણ ગાલ તથા જમણા હાથના ભાગે કુહાડીના ઉંધા ઘા મારવામાં આવ્યા હોય બંનેને સારવારમાં ખસેડાયા હતા. બાદમાં સંજયભાઇએ ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ પોતાને તથા રમેશભાઈને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલમાં હેડ કોન્સ્ટેબલ એ.એલ.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંજયભાઈ વાલાભાઇ કિહલા જાતે કોળીએ સામેવાળા ધનજીભાઇ લાલજીભાઈની દીકરી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય તે વાતનો રોષ રાખીને બંને ઉપર હુમલો કરાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા યાસ્મીનબેન યુનુસભાઇ નામની ૩૦ વર્ષીય મહિલા મોરબી પંચાસર રોડ ઉપર આવેલ બિસ્મિલ્લા હોટેલ પાસેથી જતા હતા ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં યાસ્મીનબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતો હર્ષ રાજેશભાઈ જાદવ નામનો એકવીસ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા હર્ષ જાદવને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 




Latest News