મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન
મોરબીમાં વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ ૨૬ નવેમ્બરનાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ ૨૬ નવેમ્બરનાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરીત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આગામી તા.૨૬ નવેમ્બર એટલે કે વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસે માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે.ઓઝોનના સ્તરને બચાવવા પર્યાવરણ સંરક્ષણ દિવસે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ અને આપણી આવનારી પેઢીઓના સુંદર ભવિષ્ય માટે આપણું યોગદાન તે વિષયમાં કેટેગરી મુજબ વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે.જેનો વિષય છે."પર્યાવરણના જતન માટે હુ શું કરી શકું ? દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર તથા કેટેગરીમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.શ્રેષ્ઠ દેખાવનાં વિડીયો "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની યુટ્યુબ ઉપરથી જોઈ શકાશે. છો.
"કેટેગરી -૧ (ધો.૧ થી ૪ ) કેટેગરી-૧ માટે સમય ૧ થી ૨ મિનિટ, કેટેગરી-૨ (ધો.૫ થી ૮) કેટેગ૨ી-૨ માટે સમય ૨ થી ૩ મિનિટ, કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) કે-૩ માટે સમય ૩ થી ૪ મિનિટ, કેટેગરી-૪ (કોલેજના વિધાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ.) કે-૪ માટે સમય વધુમાં વધુ ૫ મિનિટ. આપનાં વક્તૃત્વનો વિડીયો એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦, ૮૭૮૦૧ ૨૭૨૦૨) દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઇપણ એક નંબર ઉપર છેલ્લી તા.૨૬-૧૧ રાત્રીના ૯ સુધીમાં મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.
