મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવેલા યુવાને ફલેટમાંથી નીચે પડીને જીવન ટુકાવ્યુ
ટંકારાના વાઘગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળક સારવારમાં
SHARE









ટંકારાના વાઘગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળક સારવારમાં
ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વાડીએ બાળક રમતો હતો ત્યારે રમતા રમતા તેને કોઈ કારણસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીના આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મુકેશભાઈ ડાભોરના સાત વર્ષના દીકરા અનિલને વાડીએ રમતો હતો ત્યારે ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાળક ઘર પાસે વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા તેને કોઈ કારણસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે
યુવાન સારવારમાં
મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ દરગાહ નજીક રહેતા રાજેશભાઈ ઉકાભાઇ રાઠોડ (20) નામના યુવાનને વાંકાનેર ચોટીલા હાઇવે રોડ ઉપર આવેલ ભલગામ પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તે યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાહનમાં આગ લાગતાં નુકશાન
મોરબીમાં માળિયા ફાટક બ્રિજ પાસે ટાટા આઇસર નંબર જીજે 36 વી 5923 થોડા દિવસથી બંધ પડેલ હતું અને તે આઇસરમાં ચાવી લગાવીને ચાલુ કરવા જતા કેબિનમાં ફ્યુઝ પાસેથી અચાનક આગ લાગી હતી જેથી આ બનાવની પ્રતિકભાઈ ચનુભાઈ ગઢવી (35) રહે. સોઑરડી મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
