ટંકારાના વાઘગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળક સારવારમાં
મોરબી નજીકથી 10 કિલો કોપર વાયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
SHARE






મોરબી નજીકથી 10 કિલો કોપર વાયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાના પાસેથી કોપર વાયરનો જથ્થો ભરેલા બાચકા સાથે એક શખ્સ મળી આવેલ હતો જેથી પોલીસે 10 કિલો કોપર વાયરનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કરીને એક શખ્સને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી વી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આકૃતિ સીરામીક પાસેથી કોપર વાયરનો જથ્થો ભરેલ બાચકા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેનું પોલીસે નામ પૂછતા તેણે પોતાનું નામ રવિ ભાવેશભાઈ વાઘેલા રહે. હાલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાછળ મોરબી મૂળ રહે. આંબેડકરનગર થાનગઢ વાળો હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી 10 કિલો કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે 6000 રૂપિયાની કિંમતનો કોપર વાયરનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો અને આ અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પી જતાં સારવારમાં
મોરબી તાલુકાના ગીડચ ગામે રહેતી જ્યોતિબેન મુકેશભાઈ (18) નામની યુવતીએ વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે
મહિલા સારવારમાં
મોરબીના પંચાસર મેઇન રોડ ઉપર કેનાલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીએ રહેતા રંજનબેન પ્રદીપભાઈ પરમાર (25) નામની મહિલા બાઇકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ફ્રેકચર જેવી ઇજા થયેલ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


