મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન અસામાજીક તત્વોમાં ફફડાટ: માળિયા (મી)માં ફાયરીંગ અને હત્યાના ગુનામાં સંડોવેલા આરોપીની 12 દુકાનો સહિત 44 દબાણોને પાલિકાએ તોડી પાડ્યા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી વાંકાનેરના એએએ ગ્રૂપ દ્વારા રંગ-પિચકારી અને ખજૂર-ધાણીનું વિતરણ મોરબીમાં ચોરાઉ પેટકોકના ધંધામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીની ધરપકડ વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી હળવદમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે આધેડ સહિતનાઓની સાથે ઝઘડો કરીને આપી મારી નાખવાની ધમકી વિશ્વ કિડની દિવસ: યોગ્ય આહાર થકી જ જળવાય છે કિડનીની સ્વસ્થતા
Breaking news
Morbi Today

મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવેલા યુવાને ફલેટમાંથી નીચે પડીને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવેલા યુવાને ફલેટમાંથી નીચે પડીને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સીમાં રહેતો યુવાન છેલ્લા અઢી મહિનાથી જેલમાં હતો અને બે દિવસ પહેલા જ છૂટીને ઘરે આવ્યો હતો દરમિયાન તે ટેન્શનમાં હોય તેને મનોમન લાગી આવતા તેણે ફ્લેટના ઉપરના માળેથી નીચે છલાંગ લગાવતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સ્મશાનની સામેના ભાગમાં ઓમકાર રેસીડેન્સીના ફ્લેટમાં રહેતા સંજયભાઈ આપાભાઈ ગરચર (41)એ ગઈકાલે સવારે 10:15 વાગ્યા પહેલા કોઈપણ સમયે એપાર્ટમેન્ટમાં ઉપરના માળેથી નીચે છલાંગ લગાવી હતી જેથી તે યુવાનને શરીરે ગંભીર જાઓ થઈ હોવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ વિજયભાઈ આપાભાઈ ગરચર (38) રહે. ઓમકાર રેસીડેન્સી લીલાપર રોડ મોરબી વાળાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સંજયભાઈ ગરચર છેલ્લા અઢી મહિનાથી જેલમાં હતા અને તા. 11 ના રોજ સાંજે છૂટીને ઘરે આવ્યા હતા ત્યાર બાદ ટેન્શનમાં હોય તેને મનોમન લાગી આવતા રાત્રિના સમયે ઓમકાર રેસીડેન્સીના ફ્લેટ ઉપરથી નીચે પડીને આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અત્રે ઉલેખનીય છેકે, ગત ડિસેમ્બર માહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે શનાળા રોડે આવેલ સ્કાય વર્લ્ડ સ્પામાં રેડ કરી હતી અને ત્યારે ત્યાં બહારથી મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને સગવડો પૂરી પાડીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું  અને ત્યારે કુલ મળીને 13,000 રૂપિયાના મુદામાલને પોલીસે કબજે કર્યો હતો અને સંજયભાઈ આપાભાઈ ગરચરની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને જેલમાંથી બહાર આવ્યા બાદ તે યુવાને ફ્લેટમાં ઉપરથી નીચે પાડીને આપઘાત કર્યો છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.








Latest News