મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઓફિસ પાસેની લોબીમાં સુવાની ના પાડતાં વૃદ્ધની છરીના ઘા ઝીકિ ત્રણ શખ્સોએ કરી હત્યા


SHARE

















મોરબીમાં ઓફિસ પાસેની લોબીમાં સુવાની ના પાડતાં વૃદ્ધની છરીના ઘા ઝીકિ ત્રણ શખ્સોએ કરી હત્યા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ભગવતી ચેમ્બરમાં ઓફિસ પાસે લોબીમાં સુવા માટે આવેલા ત્રણ શખ્સોને ત્યાં સુવાની ના પાડી હતી જેથી તે ત્યાંથી જતાં રહ્યા હતા અને ત્યાર બાદ આ બાબતનો ખા રાખીને તે ત્રણેય શખ્સો પાછા ત્યાં ઓફિસ પાસે આવ્યા હતા અને યુવાનના પિતા ઓફિસે હાજર હોય તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ બે શખ્સોએ તેને પકડી રાખ્યા હતા અને એક શખ્સે પોતાની પાસે રહેલ છરી વડે વૃદ્ધના શરીર ઉપર ઘા ઝીકયા હતા જેથી કરીને વૃદ્ધનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના આનંદનગર વિસ્તારમાં હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠાગીરી ગોસાઈ (34)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે. ખીરઈ, ઝાકીર બચુભાઈ સંધિ અને ઈકબાલ હૈદર જેડા રહે. બંને મોરબી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. 15 ના રોજ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં તે ઓફિસે હતો અને  તેના પિતા આવ્યા હતા અને ફરિયાદી જમવા માટે ઘરે ગયો હતો ત્યારબાદ તેની ઓફીસ ત્રાજપર ચોકડી પાસે ભગવતી ચેમ્બરમાં આવેલ છે ત્યા આરોપીઓ લોબીમાં સુવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે ફરિયાદીના પિતા અને બાજુમાં ઓફિસ ધરાવતા અન્ય દુકાનદારોએ આરોપીઓને ત્યાં ન સુવા માટે સમજાવતા તે ત્યાંથી જતાં રહ્યા હતા અને રાત્રિના 11:45 વાગ્યાના અરસામાં ફરિયાદી યુવાન ઘરે હતો ત્યારે તેને દિલીપભાઈ ઓડેદરાનો મોબાઇલ ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે “સંદીપભાઈ તમે તાત્કાલિક ઓફિસે આવો તમારા પિતા સાથે ત્રણ શખ્સો લોબીમાં સુવા માટે આવ્યા હતા તે ઝઘડો કરી રહ્યા છે અને તમારા બાપુજીને છરીના ઘા મારી દીધા છે” જેથી 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી દીધો હતો અને ત્યારબાદ ફરિયાદીએ તેના ભાઈ અને બનેવીને પણ ત્યાં સ્થળ ઉપર બોલાવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદી તેમાં ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને તેઓના પિતાને ડાબા હાથમાં તથા પેટના ભાગે ડાબા પડખાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હોવાથી લોહી નીકળી ગયું હતું અને ડોક્ટરે તેના પિતાને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ દિલીપભાઈને પૂછ્યું હતું કે “શું થયું હતું ત્યારે તેને જણાવ્યું હતું કે “સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામાં મુસ્તાક, ઝાકીર અને ઈકબાલ નામના ત્રણ માણસો તેઓની ઓફિસ પાસે લોબીમાં સુવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં સુવાની ના પાડી હતી જેથી તેઓ પાછા ફરિયાદીની ઓફિસે લોબીમાં આવ્યા હતા અને ત્યારે ફરિયાદીના પિતાને ઝાકીર તથા ઈકબાલે પકડી રાખ્યા હતા અને મુસ્તાક નામના શખ્સે તેના પાસે રહેલ છરી વડે ફરિયાદીના પિતાને છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદી ના પિતા તથા ત્યાં હાજર રહેલા લોકો રાડો પાડવા લાગ્યા હતા અને અન્ય લોકો ત્યાં દોડીને આવ્યા હતા જેથી આરોપીઓ ત્યાંથી નાશી ગયા હતા જો કે, હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News