ચકલી બચાવો અભિયાન: મોરબીમાં લક્કી ગ્રુપ-ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ચકલીના માળાનું કરાશે નિશુલ્ક વિતરણ
SHARE








ચકલી બચાવો અભિયાન: મોરબીમાં લક્કી ગ્રુપ-ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ચકલીના માળાનું કરાશે નિશુલ્ક વિતરણ
મોરબીમાં દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે તા. 20 ના રોજ ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કરાશે.
મોરબીમાં આગામી તા. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિતે લક્કી ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે સવારે 9 થી 12 સુધી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નિશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે તેમજ ચકલીના માળા આખું વર્ષ મોરબીમાં આવેલ ગોપાલ સોસાયટી પાસે ગોમતી નિવાસ નજીક આવેલ દ્રષ્ટિ ઓપ્ટીકલ મોરબી-2 ખાતે ફ્રીમાં આપવામાં આવશે છે જેથી ત્યાંથી પણ લોકો માળા લઈ શકે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહિતભાઈ ઘોડાસરા, ગજેન્દ્રસિંહ રાઠોડ અને જયપાલસિંહ જાદવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના માટીના કુંડાનું વિતરણ
સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા જીવદયા પ્રેમીઓ માટે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને ઠંડક મળે અને તેમની તૃષા સંતોષાય તેવા ઉમદા કાર્ય માટે શનાળા રોડ ઉપર આવેલા સ્કાયમોલ સામે શ્રી ચિત્રા હનુમાનજી મંદિરે ગુરૂવાર તા.૨૦-૩ ના વિશ્વ ચકલી દિવસના રોજ ચિત્રા હનુમાનજી ધુન મંડળના સેવાકીય સભ્યો દ્વારા સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી વહેલા તે પહેલાના ધોરણે આ માટીના પરબિયા અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમ ધૂન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.
