હળવદમાં હથિયાર, મારામારી, દારૂ વિગેરે ગુનામાં સંડોવાયેલ બે સગાભાઈની હોટલનું ગેરકાયદે વીજ જોડાણ કટ: ડિમોલેશન-દંડ વસૂલવા તૈયારી
SHARE







હળવદમાં હથિયાર, મારામારી, દારૂ વિગેરે ગુનામાં સંડોવાયેલ બે સગાભાઈની હોટલનું ગેરકાયદે વીજ જોડાણ કટ: ડિમોલેશન-દંડ વસૂલવા તૈયારી
હળવદ પોલીસ સ્ટેશનમાં બે સગા ભાઈની સામે ઈંગ્લીશ દારૂ, હથિયાર, મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુના નોંધાયેલ છે જેથી કરીને એસપી અને ડીવાયએસપીની સૂચના મુજબ પોલીસે તેની હોટલ ચેક કરી હતી ત્યારે ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું સામે આવ્યું હતું જેથી તે કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને બાંધકામ મંજૂરી વગર હોટલ સરકારી જગ્યામાં બનાવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આગામી દિવસોમાં પાલિકાની ટીમને સાથે રાખીને હોટલના ડિમોલેશન માટેની કાર્યવાહી કરવામાં આવશે
હળવદ પોલીસ સ્ટેશનમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી નામના બે શખ્સની સામે ઈંગ્લીશ દારૂ, હથિયાર, મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુના નોંધાયેલ છે ત્યારે આ અસામાજિક તત્વોની કબજા ભોગવટાની હળવદમાં સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક "ઘરનો રોટલો" નામની હોટલ આવેલ છે, અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ સહિતની આ અસામાજિક તત્વોની હોટલ ચેક કરવા માટે ગયેલ હતી ત્યારે ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પી.જી.વી.સી.એલ.ના સ્ટાફના જુનિયર ઇજનેર કે.પી.પટેલ સહિતની ટીમને બોલાવી હતી અને ગેરકાયદે લેવામાં આવેલ કનેક્શનને કટ કરવામાં આવેલ છે. અને આશરે પાંચેક લાખ રૂપિયા જેવો દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આ હોટલ જ્યાં છે તે જગ્યાની બાંધકામ કરવા માટે પાલિકાની મજૂરી લીધેલ નથી અને જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલ છે જેથી આગામી સમયમાં પાલિકા મારફતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

