મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર કરેલ ફેન્સીગ તાર વાડની માથાકૂટનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ મારમાર્યો


SHARE

















ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર કરેલ ફેન્સીગ તાર વાડની માથાકૂટનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ મારમાર્યો

ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર બે શખ્સો દ્વારા ફેન્સીંગ તારની વાડ કરવામાં આવી હતી જે બાબતે બે વર્ષ અગાઉ બોલાચાલી થઈ હતી તેનો ખારાખીને યુવાન પોતાના ખેતરેથી બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં આંતરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ અન્ય બે વ્યક્તિઓએ ત્યાં આવીને ઢીકા પાટુનો મારમાર્યો હતો જો કે, ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ યુવાનને મારમાં બચાવ્યો હતો પરંતુ જતા જતા આ શખ્સોએ “આજે તો તું બચી ગયેલ છે બીજીવાર તને જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા બળવંતભાઈ દેવજીભાઈ દેવડા (48)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેશભાઈ મૂળજીભાઈ ભાગીયા, મૂળજીભાઈ હીરાભાઈ ભાગીયા, મનસુખભાઈ ભગવાનજીભાઈ ભાગીયા, ચુનીલાલ ત્રિભુવનભાઈ ભાગીયા અને પ્રફુલભાઈ અમરશીભાઈ ભાગીયા રહે, બધા ગણેશપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર ધર્મેશભાઈ અને મૂળજીભાઈએ ફેન્સીંગ તારની વા બનાવેલ હતી જે બાબતે ફરિયાદીને બે વર્ષ અગાઉ બોલાચાલી થયેલ હતી ત્યારબાદ બે દિવસ પહેલા ફરિયાદી પોતાના ખેતરેથી તેનો બાઈક નંબર જીજે 3 એફએમ 7456 લઈને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે ગણેશપર ગામના પાદર નજીક ધર્મેશભાઈ, મૂળજીભાઈ અને મનસુખભાઈએ તેને રોકીને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો ત્યારે સાહેદ રમેશભાઈએ વચ્ચે આવીને ફરિયાદીને બચાવ્યા હતા ત્યારબાદ ચુનીલાલ અને પ્રફુલભાઈ એ આવીને ફરિયાદી યુવાને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારે પણ રમેશભાઈએ વચ્ચે આવીને તેમને છોડાવેલ હતા જોકે જતા જતા ધર્મેશભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે “આજે તો તું બચી ગયેલ છે પણ બીજીવાર તને જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News