મોરબીના વરમોરા પરિવાર દ્વારા પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન
મોરબી આજ તા.૨૦ થી ૨૩ માર્ચ નવનિર્મિત એસ.એમ.વી.એસ. શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રી વચનામૃત પારાયણનું આયોજન
SHARE
મોરબી આજ તા.૨૦ થી ૨૩ માર્ચ નવનિર્મિત એસ.એમ.વી.એસ. શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રી વચનામૃત પારાયણનું આયોજન
મોરબી શનાળા-કંડલા બાયપાસ રોડ સ્થિત નવનિર્મિત એસ.એમ.વી.એસ. શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિરમાં તા.૨૦ થી૨૩ માર્ચ સુધી ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેરક આયોજન કરવામાં આવેલ છે.આજ તા.૨૦ થી ૨૩ માર્ચ સુધી ચાર દિવસય ભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને સત્સંગીઓ ઉપસ્થિત રહેશે.કથા દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ યોજાશે.આ દિવ્ય પ્રસંગે એસ.એમ.વી.એસ.સંસ્થાના વડા સત્યસંકલ્પદાસજીનાં હસ્તે નવનિર્મિત એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પાવનકારી દર્શનીયમૂર્તિની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સહિત વચનામૃત, પારાયણ,ધૂન, ભજન, કથા, વાર્તા, કિર્તન, આરાધના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાલ સભા, સત્સંગ સભા, વ્યસન મુક્તિ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે.
એસ.એમ.વી.એસ. સંસ્થાનનાં વડા સત્યસંકલ્પદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં "સાંપ્રત સમયમાં સતત દોડધામ ભરી તનાવ યુક્ત માનવ જિંદગી , પશ્ચિમી સંસ્કૃતિ અને પૈસા પાછળ આંધળી દોટ સાથે તૂટતી જતી સંયુક્ત કુટુંબ અને પરિવાર ભાવના વચ્ચે, પ્રસંગોચિત "હેપ્પી ફેમિલી " અંગે સરળ, સહજ રીતે તનાવ મુક્ત જીવન અને પારિવારિક ભાવનાને વધુ સુદ્રઢ કરવી, મૂલ્યનિષ્ઠ સંસ્કારયુક્ત નિયમિત જીવન, શુદ્ધ આહાર-વિહાર અને નિયમિત જીવન અંગે પ્રેરક પ્રવચન અને સંતો-મહંતો અને મહાનુભાવોના પ્રસંગોચિત વકતવ્યો સાથે કથા સ્થળે વ્યસન મુક્તિ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ અને પ્રસંગોચિત પ્રદર્શન સાથે નિરામય જીવન અંગે શુદ્ધ આહાર વિહાર ,નીતિ નિયમ અને સ્વસ્થ યોગમય નિરામય જીવન સહિત નિ:શુલ્ક મેડિકલ કેમ્પ સહિત વિવિધ પ્રેરક આયોજનો થવાના છે.
જે અંગે એસ.એમ.વી.એસ.સંસ્થા પ્રેરીત નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર-મોરબી ખાતે પ્રેસમિટ યોજાઇ હતી જેમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ચાર દિવસીય ભવ્ય ઉજવણી અંગે પ્રસંગોચિત જાણકારી આપીને વધુને વધુ લોકો આ દિવ્ય મહોત્સવનો ધર્મલાભ લે તેવું મોરબીવાસીઓને એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.કથા તા.૨૦ થી ૨૩ માર્ચ દરમ્યાન દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ શ્રી સ્વામિનારાયણનગર કંડલા બાયપાસ મોરબી ખાતે યોજાશે.આ સભા સ્થળે શ્રી વચનામૃત પારાયણનું આયોજન કરાયેલ છે.મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવના ઉપક્રમે તા.૨૦ માર્ચના સાંજે ૭:૩૦ થી ૮:૩૦ વાગ્યા સુધી વિશાળ પોથીયાત્રા મોરબીના રાજમાર્ગ પર નીકળશે.આ પોથીયાત્રાનો પ્રારંભ એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિરથી નીકળીને પંચાસર ચોકડી, પંચાસર રોડ, શ્રીકુંજ ચોકડી, જી.આઇ.ડી.સી., નવા બસ સ્ટેશન, નરસંગ ટેકરી, રવાપર ચોકડી, એસ.પી.રોડ, ૬૦ ફૂટ રોડ, ઘુનડા રોડ, ક્રિષ્ના સ્કૂલ થઈ રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ થઈ નવનિર્મિત એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે સંપન્ન થશે.જ્યાં વ્યાસ પીઠ ઉપર પોથીયાત્રાનું ધર્મોલ્લાસ સાથે સ્વાગત કરાશે.