મોરબીમાં નવયુગ પ્રેપ સેક્સનનું તરંગ-3 એન્યુઅલ ફંક્શન યોજાયું
માળીયા (મી)ના ખાખરેચી-ઘાટીલા ગામે વિકાસકામો કરાવતા જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ પારજીયા
SHARE







માળીયા (મી)ના ખાખરેચી-ઘાટીલા ગામે વિકાસકામો કરાવતા જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ પારજીયા
મોરબી જીલ્લા પંચાયતના દરેક સભ્યોના વિસ્તારમાં સ્વભંડોળમાંથી વિકાસ કામો કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા પંચાયતની ખાખરેચી બેઠકના ચૂંટાયેલ સભ્ય મહેશભાઇ પારજીયાએ તેમના વિસ્તારમાં જુદાજુદા વિકાસના કામોનું આયોજન કર્યું છે અને મોટાભાગના કામો મંજૂર પણ થઈ ગયેલ છે અને ખાસ કરીને માળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં ૪,૩૦,૦૦૦ ના ખર્ચે પેવાર બ્લોક નાખવામાં આવેલ છે અને આવી જ રીતે માળીયા તાલુકાના ઘાટીલા ગામમાં વાસુદેવભાઈ વેલજીભાઈના ઘરથી કાન્તીભાઈ પ્રભુભાઈના ઘર સુધીના રોડ ઉપર 3,00,000 ના ખર્ચે પેવાર બ્લોક નાખવામાં આવેલ છે અને બંને જગ્યાએ કામગીરી સારી થાય છે કે કેમ તે જાત નિરીક્ષણ કરવા માટે તેઓ સ્થળ ઉપર પણ ગયા હતા અને આગામી સમયમાં અન્ય ગામોમાં પણ વિકાસ કામો કરવામાં આવશે. તેવી તેમણે જણાવ્યુ છે.

