માળીયા (મી)ના ખાખરેચી-ઘાટીલા ગામે વિકાસકામો કરાવતા જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ પારજીયા
હળવદ બી.આર.સી. ભવન દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો
SHARE







હળવદ બી.આર.સી. ભવન દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો
શિક્ષા મંત્રાલય, ભારત સરકાર ઘ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુઘારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એકસપોઝર વિઝીટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અન્વયે બી.આર.સી. ભવન હળવદ દ્વારા રાજકોટ ખાતે પ્રદ્યુમન પાર્ક અને રીઝનલ સાયન્સ સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮ર બાળકો અને ૮ શિક્ષકો એમ કુલ ૯૦ વ્યકિતઓ જોડાયા હતા અને પ્રદ્યુમન પાર્ક ખાતે પહોંચી પક્ષીઓ અને પ્રાણીઓને નિહાળ્યા હતા. ત્યાર બાદ રિઝનલ સાયન્સ સેન્ટરમાં બાળકોને વિજ્ઞાન વિશેની ૬ અલગ અલગ ગેલેરીઓની મુલાકાત કરાવી. VR ZONE ની ચાર રાઈડોનો વ્યક્તિગત અનુભવ કરાવવામાં આવ્યો હતો. સાથોસાથ બાળકોએ 3D મુવીનો લ્હાવો પણ લીઘો હતો. આ સમગ્ર પ્રવાસનું આયોજન હળવદ બી.આર.સી. કો.ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

