મોરબીની અવની ચોકડી પાસે યુવતીની છેડતી કરનારા આરોપીની ધરપકડ: આકરા પગલાં લેવા યુવતીની માંગ
મોરબી જિલ્લા માલધારી સમાજના પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સમય માંગવામાં આવ્યો: રમેશભાઈ રબારી
SHARE









મોરબી જિલ્લા માલધારી સમાજના પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સમય માંગવામાં આવ્યો: રમેશભાઈ રબારી
મોરબીમાં રાજ્યના મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા માલધારી સમાજના જુદાજુદા પ્રશ્નોને લઈને માલધારી સમાજના લોકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગે છે જેથી કરીને માલધારી સમાજના આગેવાને કલેક્ટરને રજૂઆત કરીને મુખ્યમંત્રીનો તેઓને સમય આપવામાં આવે તેવી માંગ કરેલ છે.
મોરબીના નવડેલા રોડે આવેલ તુલશી શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધારવતા રમેશ બી. રબારીએ હાલમાં મોરબીના કલેક્ટરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા માલધારી સમાજના પ્રશ્ને મુખ્યમંત્રીને આવેદન આપીને રજુઆત કરવી છે જેથી કરીને તેઓને સમય આપવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, જે પ્રશ્નોની રજૂઆત કરવી છે તેમાં જીલ્લાનાં અનેક ગામ સરકારી ખરાબા, ગૌચરની જીમનમાં મોટા પાયે દબાણ થયેલ છે, જીલ્લામાં સરકારી ખરાબામાં ગૌચરમાં થતી ખનીજ ચોરી રોકવી, જીલ્લામાં જેટલા ફોરેસ્ટર હસ્તક જંગલ ઘણા વર્ષો થયા છુટી નથી થયા તે ખુલ્લા કરવા, શહેરની આજુબાજુ માલધારી વસાહત બનાવવી, ગ્રામ્ય વિસ્તારમાં વસતા માલધારીના વર્ષોથી કબજો ભોગવટા વાળા ગામતળ અને સીમતળની પંચાયત રજીસ્ટર નોંધવામાં આવે, જીલ્લાના દરેક ગામમાં પશુધન માટે પાણી પીવા માટે અગાઉ જે રીતે પાણી આવેળા હતા તે ફરી વખત બનાવવામાં આવે, જીલ્લામાં થતી પશુ ચોરી રોકવી, વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામે સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમા દબાણ કરવામાં આવેલ છે, માલધારીના પશુધન, ચરીયાણ માટે ગૌચરની જમીન માટે યોગ્ય કાર્યવાહી કરવી, કુદરતી આફત કે એકસીડન્ટમાં મોટા કે નાના પશુઓના મોત થાય તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવી, સમગ્ર ગુજરાતમાં રબારી સમાજને ટારગેટ કરી જે રીતે ઓઢવ વસાવત તેમજ અન્ય જગ્યાએ રબારી સમાજ સામે ષડયંત્ર રચી રબારી સમાજના ઘરને ડીમોલીશન કરવામાં આવે તેને રોકવામાં આવે, સુરેન્દ્રનગર જીલ્લાનું નામ બદલી વડવાળા નગર જીલ્લો નામ આપવામાં આવે અને માલધારી સમાજની વસતી ગણતરી અને તેના પશુઓની વસતી ગણતરી કરવામાં આવે તેવી રજૂઆત કરવાની છે.
