મોરબીમાં જમીન કેસનો વિડીયો બનાવીને યુવાને ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાત
SHARE









મોરબીમાં જમીન કેસનો વિડીયો બનાવીને યુવાને ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાત
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ નજીક યુવાને જમીનના કેસ બાબતનો વિડીયો બનાવીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આઈ.ટી.આઈ પાસે રહેતા પિયુષભાઈ દિલીપભાઈ બારોટ (42) નામના યુવાને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે ધરમપુર ગામ નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ એમ્બ્યુલન્સ મારફતે તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોય તેમની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાને આપઘાત કરતાં પહેલ એક વિડીયો બનાવેલ છે જેમાં તેને કોઈ જમીનનો કેસ ચાલી રહ્યો છે તે જમીન તેના સંતાનોને આપવી દેજો તેવો ઉલ્લેખ કર્યો છે જેથી પોલીસે તે દિશામાં આગળની તપાસ શરૂ કરેલ છે જો કે, હાલમાં મૃતક યુવાનના પરિવારજન તરફથી કોઈ આક્ષેપ કરવામાં આવેલ નથી.
યુવાનનું મોત
મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવા (32) નામના યુવાનનું કોઈ અન્ય કારણોસર ગામના પાછળના ભાગે ખાણમાં બાવળની કાંઠા પાસે મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના કૌટુંબિક ભાઈ શામજીભાઈ પોપટભાઈ રાણવા (42) રહે. પ્રેમજીનગર મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
