મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE



































મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી

મોરબીમાં આવેલ શિવપાર્કમાં રહેતી પરણીતાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને માવતરે આવરો જોવારો ન હતો દરમિયાન તે મહિલા તેની માતા સાથે વાત કરતી હતી જેથી કરીને તે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક મહિલાના પતિએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઇ કાળુભાઈ જેજરીયા (26)ના પત્ની આશાબેન ચેતનભાઇ જેજરીયા (19)એ પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે મહિલાને માવતરે આવરો જાવરો ન હોય જેથી મૃતક મહિલા તેના માતા સાથે વાત કરતી હતી માટે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News