મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના ટીકર નજીક ડબલ સવારી બાઇક આડે ભૂંડ આવતા થયેલ અકસ્માતમાં આધેડનું મોત


SHARE



































હળવદના ટીકર નજીક ડબલ સવારી બાઇક આડે ભૂંડ આવતા થયેલ અકસ્માતમાં આધેડનું મોત

હળવદના ટીકર ગામ પાસે આવેલ તળાવ નજીકથી ડબલ સવારી બાઇક પસાર થઇ રહ્યું હતું ત્યારે બાઈકની આડે ભૂંડ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈક ચલાવી રહેલા આધેડને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ઉપર બેઠેલા અન્ય વ્યક્તિને પગમાં ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ઇજાગ્રસ્ત દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા ગણપતભાઈ નરસીભાઈ જીંઝુવાડીયા (52) તથા સુરેશભાઈ રમેશભાઈ ઇન્દરિયા (30) બંને ડબલ સવારી બાઈક નંબર જીજે 36 એએલ 3083 લઈને હળવદ તાલુકાના દીઘડીયા ગામે માંડવામાં જવા નીકળ્યા હતા અને બાઈક ગણપતભાઈ જીંઝુવાડીયા ચલાવી રહ્યા હતા દરમિયાન ટીકર નજીક આવેલ લખીયાસર તળાવ પાસે તેઓ પહોંચ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ભૂંડ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સુરેશભાઈ ઇન્દરિયાને ડાબા પગના સાથળના ભાગે ઈજાઓ થઈ હતી જ્યારે ગણપતભાઈ ઝીંઝવાડીયાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ સુરેશભાઈ ઇન્દરિયા દ્વારા આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News