મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબી : રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત બી.આર.સી. ભવન મોરબી દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો


SHARE







મોરબી : રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત બી.આર.સી. ભવન મોરબી દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

શિક્ષા મંત્રાલય, ભારત સરકાર ઘ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુઘારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એકસપોઝર વિઝીટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે

જે અન્વયે બી.આર.સી.ભવન મોરબી દ્વારા રાજકોટ ખાતે પ્રદ્યુમન પાર્ક અને રીઝનલ સાયન્સ સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલ મહાકુંભમાં, શિક્ષણ વિભાગ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં, વિવિધ સ્તર ઉપર પહોંચેલ અંદાજિત ૧૦૦ જેટલા બાળકોને એક્સપોઝર મળે તે માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.બાળકોએ પ્રદ્યુમન પાર્ક ખાતે પહોંચી પક્ષીઓ અને પ્રાણીઓને નિહાળ્યા હતા.ત્યાર બાદ રિઝનલ સાયન્સ સેન્ટરમાં બાળકોને વિજ્ઞાન વિશેની અલગ-અલગ ગેલેરીઓની મુલાકાત કરાવવામાં આવી હતી.તેમજ ચાર રાઈડોનો વ્યક્તિગત અનુભવ કરાવવામાં આવ્યો હતો.સાથોસાથ બાળકોએ ૩ડી મુવીનો લ્હાવો પણ લીઘો હતો.આ સમગ્ર પ્રવાસનું આયોજન મોરબી બીઆરસી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News