મોરબી: ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે સામાજિક સમરસતા શિબિર યોજાઇ
વિદ્યા દાન: મોરબીમાં જૂના પુસ્તકો એકત્રિત કરીને રામાનંદી સાધુ સેવા સમિતિ સમાજના જરૂરિયાતમંદ પરિવારનો પહોચડશે
SHARE









વિદ્યા દાન: મોરબીમાં જૂના પુસ્તકો એકત્રિત કરીને રામાનંદી સાધુ સેવા સમિતિ સમાજના જરૂરિયાતમંદ પરિવારનો પહોચડશે
મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવેલ છે અને પાઠ્યપુસ્તકો પસ્તી બને એ પહેલા જ જરૂરીયાત મંદ બાળકોને ઉપયોગી બને તેવુ ઉમદા હેતુથી સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને તાજેતરમાં જ SSC HSC બોર્ડની પરીક્ષાઓ પુરી થયેલી છે અને આગામી દિવસોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા પરિક્ષાઓ લેવામાં આવશે ત્યાર બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે ત્યારે જૂના પુસ્તકોને પસ્તીમાં આપવાને બદલે શ્રી રામાનંદી સાધુ સેવા સમિતિ મોરબી જિલ્લાની ટીમને આપવામાં આવશે તો તેને જરૂરિયાતમંદ બાળક સુધી પહોચડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.
આ સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છેકે, પાઠ્યપુસ્તકો પસ્તીમાં કિલોના ભાવે વેંચાઈ તેના બદલે જો કોઈ બાળકને ઉપયોગી બને તો વધુ સારું પરિણામ મળશે જેથી સમાજના બાળકોને નવા સત્રમાં પુસ્તકો ખરીદવા માટે મોટી કિંમતો આપવી ન પડે અને તેમના ઘરના બજેટ ખોરવાય નહીં તે માટે સંસ્થાને સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે. અને કોઈપણ વાલી વિદ્યાદાન માટે પુસ્તકો આપવાના હોય તેની માહિતી આપવામાં આવશે તો તેઓની પાસેથી પુસ્તક લેવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અને જે પરિવારનો પુસ્તક લેવા ઇચ્છતા હોય તેમણે પણ સંસ્થાના જવાબદાર આગેવાનોનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. અને જે ધોરણોના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ હશે તે આપવામાં આવશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે અને અંગે વધુ માહિતી માટે મનિષભાઈ દેવમુરારી (9778615594), ભક્તિરામભાઈ નિમાવત (9979999098), ભરતભાઈ કુબાવત (9265202959), મુકેશભાઈ (બાબાભાઈ)નિમાવત (8780635339), દિપકભાઈ કુબાવત (9427236797), ચંદ્રકાંત રામાનુજ (7016097002) અને ભરતભાઈ નિમાવત (9913944683) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
