વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે સામાજિક સમરસતા શિબિર યોજાઇ


SHARE









મોરબી: ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે સામાજિક સમરસતા શિબિર યોજાઇ

મોરબી ખાતે ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કમળાબેન ચાવડા, તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અશોકભાઇ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, સુખાભાઈ ડાંગર, વિવિધ સમાજના સામાજિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ સમાજ વચ્ચેના ઊંચ નીચના ભેદભાવો ભૂલી એક થવા, એકતા અને સંપ જાળવવા, દરેક સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તથા દેશનો દરેક વ્યક્તિ સન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટે ખરા અર્થમાં સામાજિક સમરસતા સ્થાપિત કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓના અધિકારીઓ દ્વારા તેઓની કચેરી દ્વારા અમલીત વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન એ.એમ.છાસિયા, નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News