મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સબર સુકુન અને અમન ચેન સાથે ઈદ ઉલ ફીત્રની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો


SHARE

















મોરબીમાં સબર સુકુન અને અમન ચેન સાથે ઈદ ઉલ ફીત્રની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો

હર સાલ મુજબ આ સાલ પણ મુસ્લિમ બિરાદરો એ ઈદ ઉલ અદાહાની બહુજ શાનો શોકતથી ઉજવણી કરી હતી.આ બાબતે વાત કરીએ તો તા.૩૧-૩ ને સોમવારના રોજ ઈદ ઉલ ફીત્ર નિમિત્તે મોરબીની બારે બાર મસ્જિદોમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને તમામ મસ્જિદોમાં નમાઝ પઢવા માટે અલગ અલગ ટાઈમ રાખ્યા હતા

જેમાં જે ભાઈઓઓને ટાઈમ મળ્યો તે મુજબ પોતપોતાના લતાઓની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાઆલની બારગાહે મુકદસમાં પોતાના ઈમાનનું સબૂત પેસ કર્યું હતું સાથે સાથે મોરબીની જુમ્મા મસ્જિદેથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદમીયા બાપુની સર પરસ્તીમાં શાનદાર ઝુલાસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીનચોક, નેહેરૂ ગેઇટ, સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહે પહોંચ્યું હતું.જેમાં શહેર ખતિબ રસીદમીંયા બાપુએ ઈદ ઉલ ફીત્રની નમાઝ અદા કરાવી હતી.જેમાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદારોએ ઈદગાહે નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.તેમજ શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઇદના મુબારક મોકા ઉપર દેશમાં અમન ચેન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બહારગામાં ખાસ દુઆએ ખેર કરી તમામને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ ઈદગાહેથી જુલાસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જીદે સંપ્પન થયું હતું.આ જુલસમાં પણ હજારોની મેદની ઉમટી પડી હતી. જુલસ દરમ્યાન કોઈ પણ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી આ તહેવારને કામયાબ બનાવ્યો હતો.




Latest News