આયુષ્માન ભવ: મોરબી જિલ્લાના ૫ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત
રેકોર્ડ બ્રેક: મોરબી મહાપાલિકાએ 23.04 કરોડની કરી વેરા વસૂલાતમ ટેકસ શખ્સને અભિનંદન આપતા કમિશ્નર સ્વપ્નિલ ખરે
SHARE
રેકોર્ડ બ્રેક: મોરબી મહાપાલિકાએ 23.04 કરોડની કરી વેરા વસૂલાતમ ટેકસ શખ્સને અભિનંદન આપતા કમિશ્નર સ્વપ્નિલ ખરે
મોરબી નગરપાલિકાએ નવ મહિનામાં જેટલી વેરા વસૂલાત કરી હતી તેના કરતાં મહાપાલિકાએ માત્ર ત્રણ જ મહિનામાં વધુ વેરા વસૂલાત કરેલ છે અને આવી જ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ જ રાખવામા આવશે જો કે, ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં 12 કરોડની વેરા વસુલાત કરવામાં આવેલ છે જેથી મહાપાલિકાની તિજોરીમાં કુલ મળીને 23.04 કરોડની આવક થયેલ છે.
મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી પાલિકામાં અત્યાર સુધીમાં જે વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે તેમાં સૌથી વધુ 14.81 કરોડની આવક થયેલ છે જો કે ચાલુ વર્ષે મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર અને ટેક્સ શાખાની ટીમે કરેલ ઉત્કૃષ્ઠ કામગીરીના લીધે 23.04 કરોડ જેટલી વસૂલાત થયેલ છે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે માત્ર ત્રણ માહિના પહેલા પાલિકાને મહાપાલિકા બનાવવામાં અવલે છે અને મહાપાલિકાની ટીમે વેરો વસૂલ કરવા માટે કરેલ કામગીરીના લીધે ત્રણ માહિનામાં 12.01 કરોડની વેરા વસૂલાત કરેલ છે જેથી કરીને કુલ આવક 23.04 કરોડ સુધી પહોચી છે. અત્રે ઉલેખનીય છેકે, મોરબી પાલિકા દ્વારા તા.1/4/2024 થી 31/12/2024 સુધીમાં 11.03 કરોડની વેરા વસૂલાત કરવામાં આવી હતી જો કે, મહાપાલિકા બન્યા બાદ તા 1/1/25 થી 31/3/25 સુધીમાં 12.01 કરોડની વેરા વસુલાત કરવામાં આવેલ છે.